મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે


SHARE









મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પુરુષોતમ માસમાં યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે

પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન ભક્તિભાવ નો મહિમા અનેરો છે ત્યારે દેશભરમાંથી લોકો વિવિધ યાત્રાધામોના દર્શનાર્થે જતા હોય છે.સૌરાષ્ટ્રની પાવન ધરતી ઉપર વિવિધ યાત્રાધામો આવેલ છે તેથી વિવિધ સ્થળેથી લોકો સુપ્રસિધ્ધ યાત્રાધામોની મુલાકાતે આવતા હોય છે.ત્યારે યાત્રાળુઓ મોરબી મુકામે આરામ કરી શકે તેમજ તેમના માટે રહેવા-જમવાની ઉતમ વ્યવસ્થા થાય તે માટે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા તથા જયેશભાઈ ટોળીયાએ યાદીમાં જણાવ્યુ છે.

બહારગામથી આવતા યાત્રા સંઘ માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે તે હેતુસર બે દીવસ અગાઉ અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬), હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫) નો સંપર્ક કરી સંખ્યા નોંધાવવાની રહેશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ છે. #MORBI TODAY




Latest News