મોરબીના બંધુનગર ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિ સાથે બોલાચાલી થતાં માથામાં નાખવાનો કલર પી ગઈ !
મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ઉમા હોલ ખાતે યોજાયો “નમો ડાયરો”
SHARE









મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ઉમા હોલ ખાતે યોજાયો “નમો ડાયરો”
મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ઉમા હોલ ખાતે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના હોદેદાર એવા કલાકોરા દ્વારા તેની કલા રજુ કરવામાં આવી હતી અને ખાસ કરીને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં જેક કામ કરવામાં આવ્યા છે તેને કલાના હળવા માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા તાજેતરમાં સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેમાં સંયોજક તરીકે દેવેનભાઇ વ્યાસને લેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઇ વ્યાસ અને તેમની ટીમ દ્વારા રવાપરલગામે આવેલા ઉમા હોલ ખાતે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ નમો ડાયરામાં કલાકારો દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં જે કામગીરી કરવામાં આવી છે તેને જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને કલાકારો દ્વારા લોક સાહિત્ય, હાસ્ય અને ભજનના માધ્યમથી કલાકારો દ્વારા જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને સરકારે લોકોની સુખાકારીમાં વધારવા થાય તે માટે લીધેલા નિર્ણયોની ઝાંખી લોકોને કરાવી હતી અને કલાના માધ્યમથી નરેન્દ્ર મોદીના જન્મથી લઇને દિલ્હીની ગાદી સુધીની સફર વિષેની માહિતી રજુ કરી હતી
