મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં નિવૃત શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો


SHARE









મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં નિવૃત શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ફરજ બજાવતા ભરતભાઈ પટેલ શિક્ષક તરીકે ૩૮ વર્ષ સુધી ફરજ બજાવીને સ્વૈચ્છીક નિવૃત થયેલ છે ત્યારે માધાપરવાડી કુમાર શાળા પરિવાર દ્વારા વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ આ શાળામાં બદલીને આવેલ કલ્પનાબેન બરાસરા, અનિલભાઈ સરસાવડીયા તેમજ સુભાષભાઈ ખાંભરા તાલુકા શાળા નં-૧ ના આચાર્ય તરીકે બદલીને આવતા એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયા અને શુભાષભાઈ ખાંભરાએ નિવૃત થતા શિક્ષકની સેવાને બિરદાવી હતી, દિનેશભાઈ વડસોલાએ પોતાની આગવી શૈલીમાં ભરતભાઈના શિક્ષક તરીકેના લાંબા કાર્યકાળને વાર્તાના માધ્યમથી સુંદર ઉક્તિઓથી વર્ણવ્યો હતો. અને અંતમાં શાળા પરિવાર વતી સાકર અને નાળિયેરનો પળો તેમજ સાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી વિદાયમાન અપાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન પ્રફુલ્લભાઈ સાંણદિયાએ કર્યું હતું




Latest News