વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ


SHARE









વાંકાનેરના ઉદ્યોગપતિએ પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કરીને કર્યો વનપ્રવેશ

મૂળ જસદણના વતની વાંકાનેરને કર્મભૂમિ બનાવી માત્ર ૧૭ વર્ષની વયે પિતાના વ્યવસાયમા જોડાઈને જીવનના ૫૦ વર્ષમાં છ ફેકટરીની સ્થાપના કરી છે અને યુવા ઉદ્યોગપતિ તેમજ વાંકાનેરમાં ભામાશા તરીકે ઓળખાતા પ્રજ્ઞેશભાઈ પટેલે સેવાકીય કામ કરીને વનપ્રવેશ કરેલ છે જેમાં તેમણે પાંજરાપોળ, શાળા અને સ્મશાનમાં લાખોનું દાન કર્યું છે

વાંકાનેરમાં રહેતા પ્રજ્ઞેશભાઈ પટેલે જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ, ગાયત્રી મંદિર દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ થી વધુ બાળકોને ગિફ્ટ, પાંજરાપોળને ૭.૫૧ લાખ, શહેરના બે સ્મશાનને માતબર રકમનું દાન આપ્યું છે હાલમાં પ્રજ્ઞેશભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, વાંકાનેર એજ્યુકેશન સોસાયટીમા ટ્રસ્ટી, પાંજરાપોળનાં સેક્રેટરી, સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સભ્ય, વાંકાનેર પાટીદાર સેવા સમાજના પ્રમુખ, ઉમિયાધામ સીદસરનાં ટ્રસ્ટી જેવા અનેક સંસ્થાઓની સામે સંકળાયેલ છે આજની તારીખે તેઓ ૪૦૦ થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે ત્યારે તેઓના જન્મ દિવસે શહેરના સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વેપારીઓ સહિતનાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા




Latest News