મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે સિરામિક કારખાનામાં દાઝી ગયેલ આધેડનું સારવારમાં મોત


SHARE









મોરબીના રંગપર પાસે સિરામિક કારખાનામાં દાઝી ગયેલ આધેડનું સારવારમાં મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન આધેડ દાઝી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેથી કરીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં આવેલ લેમસ્ટોન સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શ્યામલાલ નાનકુભાઈ કોલો (ઉમર ૪૯) કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે ભઠ્ઠીમાંથી ગરમ માટી ઉડતા દાઝી ગયા હતા જેથી કરીને દાજી ગયેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ.જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના માધાપરા વિસ્તારમાં આવેલ હનુમાન ચોક પાસે રહેતા સુકન્યાબેન સંજયકુમાર જાદવ નામની ૨૬ વર્ષીય મહિલા કોઈ કારણોસર અજાણી દવાની ગોળીઓ પી ગયા હતા જેથી કરીને તેઓને ઉલ્ટી અને ઉબકા થવા લાગતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવેલ હોય એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે. અધિકારી વી.કે.પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે ભોગ બનેલ સુકન્યાબેન જાદવ ભૂલથી અજાણી દવાના ટીકળા ખાઈ ગયા હતા..!

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા હિતેશભાઈ મૂળુભાઈ જીલરીયા નામના ૪૭ વર્ષના આધેને વાહન અકસ્માતમાં ઈજા તથા તેઓને સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે, હિતેશભાઈ જીલરીયાને મોરબીના વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News