મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હમીરપર ગામ પાસે પવનચક્કીનો વિજ તાર અચાનક સળગી ગયો


SHARE









ટંકારા તાલુકાના હમીરપર ગામ પાસે પવનચક્કીનો વિજ તાર અચાનક સળગી ગયો

ટંકારાના હમિરપર ગામથી છતર ગામે જવાના રસ્તે ગામના પાધરમાં પવનચક્કીના વિજતાર ભડભડ સળગી ઉઠતા રાહદારીઓ સહિતના લોકોમાં જીવતો તાર ટુટશે તો શુ થશે તેવો ભય ફેલાયો હતો અને રીતસર હેવી વોટની વિન્ડ ફાર્મમાથી નિકળતો પ્રવાહ સરકારી શાળા નજીક ગામના પાધરે લોકોની અવરજવર વચ્ચે સળગી ઉઠયા હતા જેથી લોકોમાં ભાઇનો માહોલ જોવા મળ્યો હતો

ટંકારાના હમિરપર ગામ લોકોએ જણાવ્યું હતું કે તાર નજીક  વૃક્ષની ડાળી અડતી હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. જો ચાલુ વિજતાર ટુટી અકસ્માત સર્જે તો જવાબદાર કોણ? અને આવી દુર ધટના વખતે કોનો અને કયા સંપર્ક કરવો કોઈને ખ્યાલ નથી પ્રાઈવેટ કંપની દ્વારા નિયમો નેવે મૂકીને  વિજપોલ પણ વોકળા અંદર ઉભા કર્યાનો ગામ લોકોનો આરોપ છે ત્યારે આ અંગે તટસ્થ અને ઈમાનદાર ઉચ્ચ અધિકારીઓ જો તપાસ હાથ ધરી વિજ પોલની જગ્યા અંગે જાણકારી મેળવે તો અનેક મોટા ખુલાસા થવાની વાત કરતા પવનચક્કીની પોલમ પોલ સામે આવે ની વાત નગરજનો એ ઉચ્ચારી હતી.




Latest News