મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન


SHARE









મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન

મોરબીમાંથી કચરા ઉપાડીને લાલપર પાસે સબ સ્ટેશન પાસે રોડના કાંઠે આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને મોરબી પાલિકાના ટ્રેક્ટરો આડેધડ કચરા નાખી જાય છે તેના લીધે લોકોના જન આરોગ્યને નુકશાન થાય તેવી શક્યતા છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે સવાલ છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, લાલપર પાસે સબ સ્ટેશન પાછળના ભાગમાં મોરબી પાલીકાના ટ્રેકટર દ્વારા આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે તેમજ મરેલા પ્રાણી, એઠવાડ જેવો ગંદકી ત્યાં નાખવામાં આવે છે જેથી કરીને લોકોને આરોગ્યને નુકશાન થાય તેમ છે અને સિરામિક ફેકટરીના મજૂરોને તેની કોલોનીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને જેટકોના કર્મચારી તથા સિરામિકના મજુરો ત્યાં રહેવા તૈયાર નથી. જેથી વહેલી તકે આ ગંદકી અને કચરાના ઢગલા હટાવવામાં આવે તેવી માંગ કરી છે 




Latest News