મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

આશાવર્કર બહેનો ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખે છે: ચંદુભાઈ શિહોરા


SHARE









આશાવર્કર બહેનો ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખે છે: ચંદુભાઈ શિહોરા

મોરબી જિલ્લા પંચાયત  પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને ‘નારી વંદન સપ્તાહ’ નિમિત્તે આજે તા. ૭ ઓગસ્ટના ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, “મહિલા અને બાળ આરોગ્ય માટે સતત કામ કરતી આશાવર્કર બહેનોથી દરેક સમુદાય, સમાજ અને સરકારને ઘણી આશા છે, જેના કારણે જ તેમનું નામ આશાવર્કર રાખ્યું છે. સરકારે મહિલા અને બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈને  આશાવર્કરની જગ્યા જ ઉભી કરી જે ડોર ટુ ડોર જઈને મહિલા અને બાળકોને શિક્ષણ અને આરોગ્યની સમજ આપે છે. જેથી કોઈ કુટુંબ શિક્ષણ અને આરોગ્યથી વંચિત ન રહે, કારણ  કે કુટુંબ મળીને રાજ્ય અને રાજ્ય મળીને દેશ બને છે.”

મોરબી કલેકટર જી.ટી. પંડ્યાએ  આશા બહેનોની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આશાવર્કર બહેનો જે કામ કરે છે તેના માટે તેને સન્માનિત તો કરવા જ જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે જ્યારે સમગ્ર દેશમાં રસીકરણ ચાલી રહ્યું છે, ત્યારે એવા લોકો, સમુદાય કે બાળકોના માતા-પિતા કે જેઓ આ રસીકરણથી અજાણ છે કે બાળકોને રસી અપાવવા સહમત નથી, તેમની સાથે સંપર્ક કરી, મળીને , મનાવીને યોગ્ય વયના બાળકોનું રસીકરણ કરાવી આપણે આપણા જિલ્લાને ઉચ્ચ ક્રમાંકમાં લાવવા માટે અનુરોધ કર્યો હતો.” આ પ્રસંગે પ્રોટેકશન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલે જણાવ્યું હતું કે “એક મહિલા પરીવારની સાર-સંભાળ રાખવામાં પોતાની ઉંમર જ જોતી નથી. આજે ૩૦ વર્ષ પાર કરનાર દરેક સ્ત્રીને કેલ્શિયમ અને આયર્નની ખુબ જરૂર પડે છે પરંતુ તે પોતાના આરોગ્યની અવગણના કરે છે. આવી નારીઓ માટે આશાવર્કર બહેનો એ એવા સૈનિકો છે જે ડોર ટુ ડોર જઈને દેશની નારીના આરોગ્યની સંભાળ રાખી રહી છે.” આ તકે જિલ્લા પંચાયત  પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કલેકટર જી.ટી. પંડ્યા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સરોજબેન ડાંગરોચા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News