મોરબીમાં કોંગ્રેસના આગેવાને કરેલા આક્ષેપો પાયા વિહોણા: સિરામીક એસો.ની સ્પષ્ટતા
મોરબી સિરામિક ઝોનના ૩૧ રસ્તા મંજૂર કરતાં સરકાર સહિતનાઓનો આભાર: સિરમિક એસો.
SHARE
મોરબી સિરામિક ઝોનના ૩૧ રસ્તા મંજૂર કરતાં સરકાર સહિતનાઓનો આભાર: સિરમિક એસો.
મોરબી સિરામિક ઝોનના રસ્તા બનાવવા માટેની માંગણી સિરામિક એસો. દ્વારા વર્ષ ૨૦૨૧ માં કરવાં આવી હતી અને તેના માટે પ્રથમ ફેઝમાં ૩૧ રોડ મંજૂર કરીને ૩૭૬ કરોડના ખર્ચે રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર, સાંસદો, ધારાસભ્યઓ, માજી મંત્રી સહિતનાઓનો મોરબી સિરમિક એસો.એ આભાર વ્યક્ત કરેલ છે
મોરબી સીરામીક ઉઘોગ વિશ્વભરમા ટાઈલ્સ સપ્લાય કરતો ઉઘોગ છે સીરામીક ઉઘોગ થકી આજે મોરબીનુ નામ વિશ્વમાં જાણીતુ બની ગયુ છે પરંતુ આ ઉઘોગના આંતરીક રોડ રસ્તાની હાલત અતિ ખરાબ હાલત છે અને રોજબરોજ ૮૦૦૦ થી ૧૦૦૦૦ ટ્રકોનુ પરિવહન થતુ હોય ટ્રાફીક સમસ્યા ખુબ જ રહેતી હોય છે અને ખરાબ રોડ રસ્તાને લીઘે ભારતભરમા સપ્લાય કરવામા આવતી ટાઈલ્સમા બ્રેકેઝની સમસ્યા આવતી હોય છે, જેમા ઉઘોગકારોને નુક્શાની ભોગવવી પડતી હતી અને ફોરેનના બાયસઁ મોરબી એકવાર વિઝીટ કર્યા પછી ખરાબ રોડ રસ્તાના કારણે ફરીથી મોરબી આવવાનુ ટાળતા હોય છે આવી પરિસ્થિતીમા સીરામીક ઉઘોગમા ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલોપ કરવા માટે મોરબી સીરામીક એસો. દ્વારા વર્ષ ૨૦૨૧ મા સરકારમા માંગણી કરવામા આવેલ હતી અને સરકાર દ્વારા મોરબી સીરામીક ઉઘોગના ઈન્ફ્રાસ્ટક્ચરના સર્વે માટે જીઆઈડીસીને કામગીરી સોંપવામા આવેલ, જેથી જુન- જુલાઈ ૨૦૨૧ મા ઈન્ટરનલ તમામ રોડનો સર્વે કરવામા આવેલ છે જેમા કુલ ૧૭૦ કિમીના રોડ નવા બનાવવા માટે રિપોર્ટ તૈયાર થયેલ જે સરકારમા રજુ કરવામાં આવેલ છે અને તે પૈકી પ્રથમ ફેઝમા ૩૧ રોડ માટે રૂ ૩૭૬ કરોડ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામા આવ્યા છે તે બદલ મોરબી સીરામીક મેન્યુ એસો. દ્વ્રાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપુત, મંત્રી હર્ષભાઈ સંઘવી, સાસંદ મોહનભાઈ કુંડારીયા અને સાસંદ વિનોદભાઈ ચાવડા, ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી તેમજ પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કરેલ છે