મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણીના ધાંધીયા: મહિલાઓએ પાલિકા માથે લીધી
SHARE
મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણીના ધાંધીયા: મહિલાઓએ પાલિકા માથે લીધી
મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણી ન આવતું હોવાથી ત્યાની મહિલાઓ દ્વારા પાલિકામાં મોરચો માંડવામાં આવ્યો હતો અને પાલિકા કચેરી બે કલાક સુધી મહિલો દ્વારા માથે લેવામાં આવી હતી ત્યાર બાદ પાલિકાના ચીફ ઓફિસરે નવી પાઇપ લાઇન ફિટ કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હત
મોરબીની સુદર્શન સોસાયટી, હરિઓમ સોસાયટી, વિજયનગર, ત્રિકોણનગર સહિતની સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નિયમિત રીતે આવતું નથી અને સ્થાનિક લોકોએ પાલિકામાં અનેક વખત રજુઆત કરી હતી તો પણ પાણી ન આવતા આ વિસ્તારની મહિલાઑ પાલિકા કચેરીએ આવી હતી અને પાલિકામાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી મહિલાઓ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને પાલિકા માથે લીધી હતી જો કે, બાદમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ત્યાં આવ્યા હતા અને મહિલાઓની રજૂઆતને સાંભળીને જણાવ્યુ હતું કે, તેઓની સોસાયટીઓમાં અગાઉ પાણી પુરવઠા દ્વારા પાણી આપવામાં આવતું હતું જો કે, પાણી પુરવઠા વિભાગે પાલિકા કે લોકોને જાણ કર્યા વગર પાણી બંધ કરી દીધું છે માટે પાણીના ધાંધિયા છે જો કે, ટુક સમયમાં ત્યાં નવી પાણીની લાઈન પાલિકા દ્વારા ફિટ કરવામાં આવશે પછી પાણીની સમસ્યા રહેશે નહીં તેવી અધિકારીએ ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હતી