મોરબી જીલ્લામાં ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી માટે રોટેશન જાહેર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રવિવારે હળવદ કૃષિ શિબિરમાં આવશે
SHARE
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રવિવારે હળવદ કૃષિ શિબિરમાં આવશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન (ગુજરાત રાજ્ય) અને શ્રી નંદનવન નર્મદા સિંચાઈ સહકારી મંડળી વેગડવાવ, તાલુકો હળવદ દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ માર્કેટયાર્ડ ખાતે તા.૨૬/૦૯/૨૦૨૧ રવિવારના સવારે ૦૯:૦૦ કલાકે આ કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.