રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પાંચ દિવસની ચેકિંગ ઝુંબેશમાં ૧૧૪.૪૭ લાખની વીજચોરી પકડાઈ


SHARE









મોરબી જિલ્લામાં પાંચ દિવસની ચેકિંગ ઝુંબેશમાં ૧૧૪.૪૭ લાખની વીજચોરી પકડાઈ

મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં જુદાજુદા જિલ્લાના વીજ કંપનીના અધિકારીઓની ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ કરવામાં આવી હતી ત્યારે પાંચ દિવસમાં ૧૧૪ લાખની વીજ ચોરી પકડાઈ હતી જેથી કરીને વીજ કંપનીના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં વીજચોરી રોકવા માટે સતત ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં મોરબી, ભુજ, અંજાર અને જામનગરની ટીમો દ્વારા પાંચ દિવસ સુધી ચેકીંગ ઝુંબેશ કરવામાં આવી હતી ત્યારે જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ૧૮૫૫ રહેણાંક કનેક્શન ચેકીંગ કરતા ૨૮૮ માં ગેરરીતિ સામે આવી હતી અને ૯૦.૩૯ લાખની વીજચોરી પકડાઈ હતી આ ઉપરાંત ૧૭૦ કોમર્શિયલ અને અન્ય વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે ૩૦ માં ગેરરીતિ સામે આવી હતી જેથી કરીને ૨૪.૧૫ લાખની વીજ ચોરી પકડાઈ હતી અને આમ પાંચ દિવસમાં ૧૧૪.૪૭ લાખની વીજચોરી પકડવામાં આવી છે




Latest News