રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી અભયમની ટીમે દાદીએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું


SHARE









મોરબી અભયમની ટીમે દાદીએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી ૧૮૧ અભયમની ટીમે કાઉન્સિલિંગ કરીને ઘરેથી બોલાચાલી બાદ નીકળી ગયેલ અમદાવાદની કિશોરીનુ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ હતું કે, અભયમ મહિલા હેલ્પલાઇનને જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, સરદાર બાગ બગીચામાં એક પીડિત કિશોરી છેલ્લા ત્રણ દિવસથી ગભરાયેલ બેઠી છે. જેથી પિડીત કિશોરી પાસે જઈને કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ દ્વારા તેનું કાઉન્સિંલિંગ કરવામાં આવ્યું હતું

ત્યારે કિશોરી ખુબ જ ગભરાયેલી હતી અને તેની સમસ્યાના બાબતે પૂરતી મદદ કરવા ભરોશો આપવામાં આવ્યો હતો ત્યાર પછી તેને જણાવ્યુ હતું કે, તેના પિતા મૃત્યુ પામ્યા અને તેમના માતાએ બીજા લગ્ન કરી લીધા છે. અને તે અને તેનો નાનો ભાઈ બંને મારા દાદી સાથે અમદાવાદ રહીએ છીએ. અને ત્યાં કામકાજ બાબતે તેની દાદી વારંવાર ઠપકો આપતા હતા અને ત્રણેક દિવસ પહેલા દાદી સાથે તકરાર થતાં તેને ખોટું લાગતા ઘર છોડીને નીકળી ગઈ હતી અને મોરબીમાં આવી ગયેલ છે જેથી ૧૮૧ ની ટીમે કિશોરીના દાદી સાથે ફોન ઉપર વાત કરી હતી અને તેના મોટા બાપુ સાથે વાત કરીને માહિતી આપી હતી અને આ કિશોરીના મોટા બાપુનો દીકરો વાંકાનેરમાં હોસ્પિટલમાં કામ કરે છે અને વહુ સાથે ત્યાં જ રહે છે જેથી તેનો સંપર્ક કરીને કિશોરીના ભાઈ-ભાભી સાથે વાતચીત કરીને તેને સોપવામાં આવેલ છે




Latest News