મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને જીવન ટુકાવ્યું 


SHARE







વાંકાનેર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને જીવન ટુકાવ્યું 

વાંકાનેરમાંથી પસાર થતી સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે. 

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર રેલવે આઉટ પોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સટેબલ ખોડાભાઈ ગંગારામભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી કે વાંકાનેરમાંથી પસાર થતી સોમનાથ અમદાવાદ સીટી એક્સપ્રેસ ટ્રેન હેઠળ ઝંપલાવીને અજાણ્યા ૪૫ વર્ષના યુવાને આપઘાત કરી દીધેલ છે જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વાંકાનેર સિટી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં મૃતક યુવાની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે અને આગળની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

બાઇક સ્લીપ

મોરબી નજીકના રાજપર કુંતાસી ગામે રહેતો અરવિંદભાઈ દેત્રોજા (૩૫) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ઘરેથી ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં રેતીના ઢગલાના કારણે બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં અરવિંદભાઈ દેત્રોજાને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News