મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

તું દારૂ પીને બહુ ખેલ કરે છે કહીને વાંકાનેરના રાજવડલા પાસે યુવાનને રોકીને માર માર્યો, મારી નાખવાની ધમકી


SHARE







તું દારૂ પીને બહુ ખેલ કરે છે કહીને વાંકાનેરના રાજવડલા પાસે યુવાનને રોકીને માર માર્યો, મારી નાખવાની ધમકી

વાંકાનેરના રાજા વડલા ગામે રહેતો યુવાન પોતાના ઘર તરફ ચાલીને જતો હતો ત્યારે તેની પાસે આવીને વાંકાનેરમાં રહેતા શખ્સે “તું મને ઓળખે છે” તેવું પૂછ્યું હતું ત્યારે યુવાને ના પડી હતી જેથી કરીને તે યુવાનને વાળ પકડીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને “તું દારૂ પીને બહુ ખેલ કરે છે” તેવું કહીને તેને મોઢા ઉપર માર માર્યો હતો ત્યારબાદ પથ્થર લઈને માથા અને મોઢાના ભાગે માર મારીને નીચે પાડી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લઈને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલામાં રહેતા સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ આંબાભાઈ સોલંકી (૩૭)એ હાલમાં સોહિલભાઈ ખોજા રહે. નાની બજાર વાંકાનેર વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તે ઢુવાથી રાજાવડલા ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે તેના ડ્રાઇવર શકીલભાઈ રાજા વડલા રેલવેના નાલા સુધી તેને રિક્ષામાં મૂકી ગયેલ હતા અને તે પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઇવરને રાજા વડલા મેલડી મંદિર સુધીનું ભાડું મળતા રીક્ષામાં બે પેસેન્જરને બેસાડીને તે રાજા વડલા ગૌશાળા પાસે ચંદ્રપુર જવાના કાચા રસ્તા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદી યુવાન ત્યાં ભેગો થઈ જતાં તેને રીક્ષામાં બેસવા માટે થઈને કહ્યું હતું જોકે ફરિયાદ યુવાને રિક્ષામાં ન બેસતા રીક્ષામાં બેઠેલા બે પેસેન્જર પૈકીના એક નીચે ઉતરીને તેની સાથે ચાલવાનું શરૂ કર્યું હતું અને ફરિયાદીનો ડ્રાઇવર રિક્ષામાં બેઠેલા એક પેસેન્જરને લઈને ગૌશાળા તરફ જવા માટે નીકળી ગયો હતો ત્યારબાદ તેની સાથે ચાલતા શખ્સે ફરીયાદી યુવાનને “તું મને ઓળખે છે” એવું પૂછ્યું હતું ત્યારે ફરિયાદીએ ના પડતા આરોપીએ તેને વાળ પકડીને તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને “તું ફૂલ દારૂ પીને બહુ ખેલ કરે છે” તેવું કહીને તેને મોઢા ઉપર માર માર્યો હતો અને પથ્થર લઈને માથામાં તથા મોઢામાં માર મારીને નીચે પાડી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News