મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું


SHARE









હળવદના ટીકર પાસે નર્મદની કેનાલ ઉપરનું જર્જરિત પુલિયું વાહનની અવારજવર માટે બંધ કરાયું

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા શાખા નહેર હળવદ, ટીકર અને જૂના ઘાટીલા થઈને માળીયા સુધી પહોંચે છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ કેનાલ ઉપરનું પુલિયું જર્જરિત થઈ ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા હોવાથી તેના ઉપરથી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અને લોકોને તેના વાહન કેનાલની ડાબી તેમજ જમણી બાજુએ ૬૦૦ મીટર જેટલા અંતરે આવેલ બીજા પુલિયા ઉપરથી પસાર કરવા માટે થઈને જવાબદાર અધિકારી દ્વારા નોટિસ મારફતે જાણ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ટીકર ગામની બાજુમાંથી પસાર થતી નદીમાંથી રેતી ચોરી કરવા માટે રાત દિવસ રેતી ભરેલા ડમ્પરો દોડતા હોય છે અને તેના કારણે આ પુલિયું જર્જરીત થઈ ગયેલ છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ પુલિયા ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે તેના ઉપરથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે અને સ્થાનિક ગામના સરપંચ તેમજ આગેવાનોને આ અંગેની જાણ પણ કરવામાં આવી છે અને આ પુલિયા ઉપરની પારાપેટ તૂટેલી હાલતમાં છે અને પુલિયું પણ જર્જરીત હોવાથી અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ હોવાથી તેને બંધ કરવામાં આવ્યું છે




Latest News