હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભીમગુડામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: આથો-લિટર બે પકડાયા, એકની શોધખોળ


SHARE













વાંકાનેરના ભીમગુડામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: આથો-લિટર બે પકડાયા, એકની શોધખોળ

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો તથા તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ મળીને ૩૫૨૫૦ ના મુદ્દામાલ સાથે પોલીસે બે શખ્સોની સ્થળ ઉપરથી ધરપકડ કરેલ છે અને એક શખ્સ ત્યાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં રામદેવપીરના મંદિર પાસે ભાવેશભાઈ મસાભાઈ વિજવાડિયાની વાડી આવેલ છે જેની બાજુમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો તેમજ ૫૦ લિટર તૈયાર દેશી દારૂ, ભઠ્ઠીના અન્ય સાધનો તેમજ એક બાઈક આમ કુલ મળીને પોલીસે સ્થળ ઉપરથી ૩૫૨૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે વિપુલભાઈ ગોવિંદભાઈ ડાભી જાતે ભરવાડ (૨૧) રહે. વીરપર તાલુકો વાંકાનેર તેમજ ભાવેશભાઈ મસાભાઈ વિજવાડીયા જાતે કોળી (૨૬) રહે. ભીમગુડા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મહાદેવભાઇ સેલાભાઈ કુકવાવા જાતે કોળી રહે વીરપર તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

વરલી જુગાર

માળીયા મીયાણાના મોવર ટીંબો વિસ્તારમાં નદી કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો તથા ૧૦ લીટર તૈયાર દેશીદારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી અનવર જાનમમ્મદ મોવર જાતે મિયાણા (૪૫) રહે. માળીયા વાળાની ધરપકડ કરે છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરમાં સ્વામી વિવેકાનંદ બાવલાથી આગળના ભાગમાં કોલેજ પાસે ઈકો ગાડી નંબર જીજે ૩૬ બી ૩૭૬૮ ના ચાલાકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવ્યું હતું અને ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક નંબર જીજે ૩૬ એએચ ૦૪૫૪ ઉપર જઈ રહેલા ફરિયાદી અમાનભાઈ અકીલભાઈ ડંડીયા જાતે ખલીફા મુસ્લિમ (૨૪) રહે. એકતા સોસાયટી વાંકાનેર તથા તેની સાથે બાઈક ઉપર બેઠેલ વ્યક્તિને ઇજાઓ થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News