મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામની નકલંગ સોસાયટીમાં પરણીતાએ અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીના ખાખરાળા ગામની નકલંગ સોસાયટીમાં પરણીતાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે નકલંગ સોસાયટીમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામની નકલંગ સોસાયટીમાં રહેતા રામભાઈ નાગદાનભાઈ સાવસેટાના ઘરે તેના પત્ની કિરણબેન રામભાઈ સાવસેટા (૩૧)એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ આવ્યા હતા અને આ બનાવની ભુપતભાઈ આયદાનભાઈ સાવસેટા દ્વારા ફોનથી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી માટે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એલ. ઝાલા ચલાવી રહ્યા છે

યુવનનું મોત

મૂળ નોર્થ વેસ્ટ દિલ્હીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટિયા પાસે આવેલ લીંકિંગ ફૂટવેર નામના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ કનૈયાલાલ શર્મા જાતે બ્રાહ્મણ (૪૯) ટંકારાની બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા અને છાતીમાં દુખાવો ઉપડતા ગભરામણ પણ થવા લાગી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી.સીદિકી ચલાવી રહ્યા છે






Latest News