મોરબીના ઘુંટુ રોડે નદીમાં ડુબી જવાથી યુવાનનું મૃત્યુ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ તેરા તુજકો અર્પણ: મોરબી પોલીસે લોકોના 36 મોબાઈલ અને રોકડા 96,000 શોધીને પરત કર્યા જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરાયું ડાયાલિસિસ સેન્ટર: વાંકાનેરના મહારાજા, રાજકોટના યુવરાજ, સાંસદ સહિતના હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર નજીક રસ્તા ઉપર ઢોર આડુ આવતા બાઇક સ્લીપ થવાથી વૃદ્ધનું મોત


SHARE





મોરબીના અમરનગર નજીક રસ્તા ઉપર ઢોર આડુ આવતા બાઇક સ્લીપ થવાથી વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા વૃદ્ધ વાવડી ગામ તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે સર્વોદય હોટલ સામેથી તેઓ પસાર થતા હતા ત્યારે તેના બાઈકની આડે ઢોર ઉતરતા તેને બચાવવા જતા મોટર સાયકલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને વૃદ્ધને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મૃતકના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામે રહેતા હીરાભાઈ ગંગારામભાઈ વીંધાણી જાતે વાણંદ (૬૦) પોતાનું બાઈક નંબર જીજે ૩ સીડી ૨૩૬૨ લઈને પોતાના ઘરેથી મોરબી વાવડી બાજુ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અમરનગર અને દાદાશ્રીનગર વચ્ચે સર્વોદય હોટલ સામેથી તેઓ પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકની આડે ઢોર ઉતર્યું હતું જેને બચાવવા જતા હીરાભાઈનું બાઈક સ્લીપ થઈ ગયું હતુ જેથી તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી માટે તેને ૧૦૮ મારફતે તાત્કાલિક મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતક હીરાભાઈના દીકરા અંકિતભાઈ હીરાભાઈ વિંધાણી (૨૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ એએસઆઈ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે




Latest News