મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ? મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ, ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે કરાશે ઓનલાઇન હરાજી મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 20 સ્થળે કરશે મટકી ફોડ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા


SHARE





મોરબીમાં મર્ડરના ગુનામાં તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાયા

મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચકચારી મર્ડરના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે, ફરિયાદીના ભાણેજની પત્ની સાથે આરોપી મનસુખ ખીમાભાઈને આડા સંબંધ હોય જેથી ફરિયાદીનો ભાણેજ (મરણ જનાર) આરોપીના ઘરે બોલાવવા જતા અન્ય આરોપીઓએ ફરિયાદીના ભાણેજને પકડી ઢીકાપાટુનો માર મારીને છાતીમાં છરીનો ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું હતું.જે બનાવ બાબતે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓ મનસુખ ખીમાભાઈ, જયશ્રીબેન મનસુખભાઈ અને સામજીભાઇ ખીમાભાઈની ધરપકડ કરી હતી.

સદરહું કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી તરફેથી યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચણીયા રોકાયેલ હતા જેમાં ફરિયાદી પક્ષે ફરિયાદી અને અન્ય સાહેદો તથા પંચો અને ડોક્ટર, તપાસ કરનાર અધિકારી વિગેરેની જુબાનીઓ લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદ પક્ષે ફરીયાદથી વિરુદ્ધ અને વિપરીત હકીકત જણાવેલ છે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદો તેમના મૌખિક પુરાવાઓમાં ફરિયાદ પક્ષના કેસને કે તેમના નિવેદનોને સમર્થન આપેલ નથી કોર્ટે બંને પક્ષકારોની તમામ દલીલો ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચણીયાની દલીલો માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.ઉપરોકત કેસમાં આરોપી તરફેથી એડ.જીતેન અગેચણીયા, સીનીયર એડવોકેટ દિલીપ અગેચણીયા, ભુવનેશભાઈ શાહી, જે.ડી.સોલંકી, મોનીકાબેન ગોલતર, હિતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડિયા અને રવિ ચાવડા રોકાયેલ હતા.




Latest News