મોરબી એસટી ડેપો પાસે બહેરી સરકારને અવાજ પહોચાડવા સ્ટાફે કર્યા સૂત્રોચ્ચાર
મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ પદે ડો. નિમાબેન આચાર્યની વરણીને આવકરી
SHARE
મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ પદે ડો. નિમાબેન આચાર્યની વરણીને આવકરી
ગુજરાત વિધાનસભા ગ્રહનાં પ્રથમ મહિલા અધ્યક્ષ પદે ભુજના ધારાસભ્ય શ્રીમતિ ડો. નિમાબેન આચાર્યની વરણીને આવકરતા મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ડો. નિમાબેનની વિધાનસભ્ય તરીકેની ઉત્કૃષ્ટ કામગીરીના ફળ સ્વરૂપે તેમને અધ્યક્ષ પદ મળ્યું છે તેમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવતાં કચ્છના રાજકીય ઈતિહાસમાં એક વધુ યશકલગીનું પીછું ઉમેરાયું છે, ગુજરાતનાં બંધારણીય સૌથી ઉચા પદ પર ડો. નિમાબેન આચાર્ય ની વરણીને કચ્છની જનતા જનાર્દને આવકારી ગૌરવ ની લાગણી અનુભવી છે તેમ સાંસદએ જણાવી અભિનંદન પાઠવ્યા હતા.