મોરબી જિલ્લાના બાગાયતી ખેડૂતોને હાઇબ્રીડ શાકભાજી બિયારણની ખરીદી માટે સહાય અપાશે
મોરબી એસટી ડેપો પાસે બહેરી સરકારને અવાજ પહોચાડવા સ્ટાફે કર્યા સૂત્રોચ્ચાર
SHARE
મોરબી એસટી ડેપો પાસે બહેરી સરકારને અવાજ પહોચાડવા સ્ટાફે કર્યા સૂત્રોચ્ચાર
રાજકોટ વિભાગનાં તમામ ડેપોનાં એસ.ટી. ડ્રાઈવર તેમજ કંડકટર મેકેનિક સ્ટાફ તેમજ એડીએમ સ્ટાફ ભાઇઓ તથા બહેનોએ ચાલુ ફરજ દરમિયાન તા ૨૪ થી કાળી પટી ધારણ કરીને પોતાના પ્રશ્નો નહીં ઉકેલતા આંદોલન શરૂ કર્યું છે જેમાં મોરબીના પ્રમુખ ડી.એન.ઝાલાની આગેવાનીમાં મોરબીના કર્મચારીઓ પણ કાળી પટીને ધારણ કરીને જોડાયેલા છે અને હજુ સુધી પ્રશ્ન ન ઉકેલતા આંદોલનને વેગવંતુ બનાવવા માટે તા ૨૭ થી ૧ ઓક્ટોમ્બર સુધી રિસેષ દરમિયાન સૂત્રોચારનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે મોરબી ડેપો પાસે બહેરી સરકાર સુધી તેઓના પ્રાણ પ્રશ્નો પહોચે અને તેનો યોગ્ય નિકાલ આવે તેના માટે બધા કર્મચારીઓએ સૂત્રોચાર કર્યા હતા