મોરબી જીલ્લામાં પેટા ચૂંટણીમાં ૧ ઓક્ટોમ્બરે પ્રચાર પડઘમ શાંત થઈ જશે
રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના માજી ધારાસભ્ય-વાંકાનેરના રાજવીને વિધાનસભામાં ભાવાંજલિ અર્પણ કરી
SHARE









રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના માજી ધારાસભ્ય-વાંકાનેરના રાજવીને વિધાનસભામાં ભાવાંજલિ અર્પણ કરી
ગુજરાત વિધાનસભામાં ૧૯ જેટલા દિવગંત માનનીય ધારાસભ્યઓને અંજલી આપવાના ગૃહના તેઓના પ્રસ્તાવમાં ભાગ લેતા પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ દિવગંતોને ભાવભીની અંજલી અર્પી હતી
જેમાં વાંકાનેરના રાજવી સ્વ. દિગ્વિજયસિંહજી ઝાલાને પ્રજાવત્સલ અને પર્યાવરણ પ્રેમી લેખાવ્યા હતાં અને મોરબીના ગાંધી સ્વ. ગોકલદાસ પરમારને ભાવવિભોર ભાવાંજલિ અર્પતા બ્રિજેશ મેરજાએ સદ્ગતની ખાદી પ્રવૃત્તિ, મચ્છુ જળ હોનારત, શિક્ષણ, સિંચાઇ, સહકારી પ્રવૃત્તિઓ કંડારેલ કેડી આજે ધોરીમાર્ગ બની પથદર્શક બની રહી છે તેઓ સતવારા સમાજમાં જન્મેલા પણ સૌ સમાજના હામી હતાં અને ઇન્ટર સાયન્સમાં મુંબઇ ભણતા હતાં ત્યારે આઝાદીની ચળવળમાં જોડાઇ ગયા હતા અને આજીવન નખશીખ પ્રમાણિક અને મૂલ્યોના આગ્રહી રહયા હતાં. તેમના અવસાનથી મોરબીએ મોભ ગુમાવ્યો છે
