મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સીટી પોઇન્ટ કોમ્પ્લેક્સની બાજુમાંથી બાઈકની ચોરી


SHARE









મોરબીમાં સીટી પોઇન્ટ કોમ્પ્લેક્સની બાજુમાંથી બાઈકની ચોરી

મોરબીમાં મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે સીટી પોઇન્ટ કોમ્પ્લેક્સની બાજુમાં બાઇકને પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું તે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે

બનાવની જાણવા મળતી મુજબ મૂળ લુંટાવદર ગામના રહેવાસી અને હાલમાં મોરબીને સામાકાંઠા વિસ્તારમાં પ્રભુ કૃપા ટાઉનશિપની બાજુમાં સોમનાથ પાર્કમાં આવેલ લાભ પેલેસ બ્લોક નંબર-૧૦૪ માં રહેતા ધવલભાઇ જેન્તીભાઈ પટેલ (૩૦)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષની બાજુમાં તેણે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે બાઈક નંબર જીજે ૧ એફવી ૦૩૬૨ ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે અજાણ્ય શખ્સની સામે ૨૫,૦૦૦ ના બાઈકની ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર એસપી રોડના ખૂણા પાસે રીક્ષાને કાર નંબર જીજે ૧૬ બીકે ૧૯૪૫ ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને રિક્ષા નંબર જીજે ૩ ડીયુ ૪૯૬૫ માં બેઠેલ કાનજીભાઈ પરસોતમભાઈ ઉઘરેજા (૪૫) રહે. વીરપર તાલુકો ટંકારા વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ કાનજીભાઈ ઉઘરેજાએ કાર ચાલકની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News