મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આવતીકાલે શિક્ષક દિવસ નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે


SHARE









મોરબીમાં આવતીકાલે શિક્ષક દિવસ નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે

મોરબીની વીસી ટેકનિકલ હાઇસ્કુલ ખાતે આવતીકાલ તા.૫ મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ એટલે કે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવશે અને જેમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હોય જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે આ તકે રાજકીય, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેવાના હોવાનું શિક્ષણ વિભાગ તરફથી જણાવવામાં આવેલ છે.

રાજ્યના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મોરબી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષાના શિક્ષક દિવસ સમારંભનું આયોજન આવતીકાલે તા.૫ મી સપ્ટેમ્બર ના રોજ સવારે ૯:૩૦ કલાકે અહીંની વી.સી. ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવેલ છે.જયાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાવાનો હોય આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતેન્દ્રભાઈ સોમાણી અને મેઘજીભાઈ ચાવડા તેમજ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, ડીડીઓ ડી.ડી.જાડેજા, જીલ્લા કલેકટર જી.ટી.પંડ્યા પણ હાજરી આપશે.તેમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયેલ છે.




Latest News