મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં


SHARE









મોરબીના નવલખી રોડ ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં પીપળીયા ચોકડી નજીક રહેતા વૃદ્ધને ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ પીપળીયા ચોકડી નજીક રહેતા રામજીભાઈ કાનજીભાઈ સાકરીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધ પીપળીયા ચોકડી બાજુથી બાઈક ઉપર લુંટાવદર ગામ બાજુ આવતા હતા ત્યારે રસ્તામાં નવલખી હાઇવે ઉપર તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં રામજીભાઈ સાકરીયાને ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.

          જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના પંચાસર રોડ નજીક બન્યો હતો જેમાં રૂકસાનાબેન મામદશા ફકીર નામના ૫૬ વર્ષીય મહિલા રહે.જનકનગર સોસાયટી વાળાઓ ઘરેથી કામ સબબ મોરબી સીટી વિસ્તાર તરફ બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ડાબા હાથના ભાગે ઇજાગ્રસ્ત થવાથી તેમને સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવાયા હતા.

પોલીસે માર મારતા સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા રમેશભાઈ નારણભાઈ કંજારીયા નામના ૩૨ વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જ્યાં તેણે ડોક્ટરને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા તેને માર મારવામાં આવતા ઈજા પહોંચેલ છે.જે અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા તથા સારવારમાં

મોરબીના જેલ રોડ ખાતે રહેતા પમાભાઇ બાબુભાઈ પરમાર નામના ૪૦ વર્ષના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ તથા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું એ ડિવિઝન પોલીસસુત્રોએ જણાવેલ છે જેની આગળની તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ ફિલ્ટર હાઉસ પાસે રહેતા સુરેશ મોહનભાઈ પરમાર નામના ૩૬ વર્ષના યુવાનને ઘર નજીક કેરમ રમતા સમયે સ્ટાઇકર વડે મોં ઉપર માર મારવામાં આવતા ઇજા થવાથી સિવિલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો તેમ સીટી બી ડિવિઝન પોલીસસુત્રોએ જણાવેલ છે.વાલભા ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News