મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મામાને ત્યાં કામે જતા સમયે રસ્તામાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને ઇજા થતાં રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીમાં મામાને ત્યાં કામે જતા સમયે રસ્તામાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને ઇજા થતાં રાજકોટ ખસેડાયો

મોરબીના રાજકોટ હાઇવે ઉપર વૃંદાવન પાર્ટી પ્લોટ પાસે વહેલી સવારના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થતા મોરબી બાદ રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા સુભાષ રમેશભાઈ મેરજા જાતે પટેલ નામના ૨૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. વધુમાં ઇજાગ્રસ્ત સુભાષ મેરજાના મામા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, વહેલી સવારે તે હડમતીયાથી મોરબી તેમને ત્યાં દૂધની ડેરીએ કામકાજ માટે મોરબી આવી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન અકસ્માતમાં તેને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોરબી બાદ હાલ રાજકોટ લઈ જવાયો છે.સુભાષ મેરજા તેના મામાને ત્યાં ડેરીમાં કામકાજ કરતો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

રાજકોટ ખસેડાયો

મોરબીના પરા બજાર વિસ્તારમાં આવેલ એસબીઆઇ બેન્ક અને ત્રિકોણબાગ નજીકથી ૧૦૮ વડે આસરે ત્રીસેક વર્ષના અજાણ્યા પુરુષને બેભાન હાલતમાં મોરબી સીવીલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર કરીને હાલ તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું એ ડિવિઝન પોલીસમાંથી જાણવા મળેલ છે.જે અંગે હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.આ બાબતે ૧૦૮ માં પૂછતા સૂત્રોના મુજબ યુવાન નશાની હાલતમાં હતો અને ઇજા થઈ હતી જેથી અકસ્માત બન્યો છે કે કેમ..? તે હાલ સામે આવ્યુ નથી.

સરતાનપર રોડ અકસ્માત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ જતા રસ્તે સેન્સો ચોકડી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા થતા શેખર પુરૂષોત્તમભાઈ (ઉંમર ૨૫) રહે.મકનસર વાળાને ઇજાઓ થવાથી મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો હોય ત્યાં જાણ કરી હતી

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મોર ભગતની વાડી વિસ્તારમાં રહેતા સતીશ ગોવિંદભાઈ કંજારીયા નામના ૩૧ વર્ષીય યુવાનને મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.એ ડિનિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે વાહન અકસ્માત થયા બાદ થયેલી મારામારીના બનાવમાં સતીશ કંજારીયાને ઇજાઓ થતા સારવાર માટે લાવવામાં આવેલ છે આ બાબતે એ ડિવિઝનના એચ.એમ.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.




Latest News