મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ત્રિપલ અકસ્માત : કાર-ઓટો રીક્ષા અને ટ્રક અથડાયા, ત્રણને ઇજા


SHARE









મોરબીના સામાકાંઠે ત્રિપલ અકસ્માત : કાર-ઓટો રીક્ષા અને ટ્રક અથડાયા, ત્રણને ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા વિશાલ ફર્નિચર નજીક ગત મોડી સાંજે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ઓટો રીક્ષા, કાર તથા ટ્રક અથડાવાના બનેલ બનાવની અંદર એક જ પરિવારના ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે અને ગંભીર અકસ્માત હોવા છતાં કોઈનો જીવ ગયો નથી જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે કારમાં ફસાયેલા લોકોને કાઢવા માટે કટર વડે કારના પતરા કાપવા પડ્યા હતા અને સ્થળ ઉપર લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ જતા પોલીસ દ્વારા વાહનોને સાઈડમાં લેવડાવી ટ્રાફિક પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.

અકસ્માતના આ બનાવ બાબતે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા વાંકાનેર હાઇવે ઉપર શોભેશ્વર જતા રસ્તાથી આગળ આવેલ વિશાલ ફર્નિચરના સામેના ભાગે રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઓટો રીક્ષા નંબર જીજે ૧૩ એવી ૪૮૨૬ તેમજ કાર અને ટ્રક એમ ત્રણ વાહનો અકસ્માતે ટકરાયા હતા.જે બનાવમાં મોરબી તાલુકાના લખધીરનગર (નવાગામ) ના રહેવાસી રમેશભાઈ ગોવિંદભાઈ ફુલતરીયા (૪૦), સવિતાબેન રમેશભાઈ ફુલતરિયા (૩૮) અને દેવ રમેશભાઈ ફૂલતરીયા (૧૨) ને ઇજાઓ પહોંચી હોય ત્રણેયને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જેની તપાસ જગદીશભાઈ ડાંગરને સોંપવામાં આવેલ છે.

બનાવને પગલે મોટી સંખ્યામાં સ્થળ ઉપર લોકો એકત્ર થઈ ગયા હતા.રીક્ષા અને કારમાં ખૂબ મોટી નુકસાની થઈ હતી અને કારમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવા માટે કટર વડે કારના પતરા ચીરવા પડ્યા હતા.જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામેલ ન હોય સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને હાઇવે ઉપર લોકોના ટોળા એકત્ર થયા હોય તથા વાહન રોડ વચ્ચે પડ્યા હોય અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વાહનોને સાઈડમાં લેવડાવીને ટ્રાફિક પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.

માર માર્યો
મૂળ રાજસ્થાનના બાડમેરના રહેવાસી માલકખાન યાલબખાન (૨૯) નામના યુવાનને મહેન્દ્રગઢ ગામ પાસે આવેલ રેકોન કારખાનામાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની હદનો હોય ત્યાં જાણ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
માળીયા મીયાણામાં જામડેલી વિસ્તારમાં રહેતા ફિરોજભાઈ હબીબભાઈ જામ (૨૨) નામનો યુવાન નવા ઘાટીલાથી ટીકરની વચ્ચેના રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News