મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જુના સાદુકળા ગામે બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન


SHARE









મોરબીના જુના સાદુકળા ગામે બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન

મોરબીના જુના સાદુકળા ગામે શ્રી આધ્ય શકિત માતાજી શકિતધામ જુના સાદુળકા તથા લહેરીયા હનુમાનજી મહારાજના મુખ્ય યજમાન પદે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીજીના શિષ્યા બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન કરાયેલ છે. 

મોરબીના જુના સાદુળકા ગામે આવેલ માઁ શકિત આશ્રમ ખાતે આગામી તા.૧૬-૯ થી ૨૨-૯ સુધી કથાનું આયોજન કરાયેલ છે.આ રામદેવ રામાયણ કથામાં અવિનાશી એવા બાબા રામદેવજી મહારાજની પાવન કથા તેમજ ઇતીહાસના પાનાઓમાં અંકીત થયેલા મહાન અવતારી પુરૂષો, જતી-સતી, સંતો-ભકતો અને શુરવિરોના પાવન ચારિત્ર્યનું બાળ વિદુષી રથાકાર રતનબેન તેમની આગવી છટામાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.કથા દરમિયાન દરોજ બપોરે ૧૨-૩૦ કલાકે તેમજ સાંજે ૭-૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજકો તરફથી આયોજન કરવામાં આવેલ છે.


કથા અંતર્ગત તા.૧૬-૯ ને શનિવારે સવારે ૮-૩૦ કલાકે પોથીયાત્રા યોજાશે અને શુભ ચોઘડીયે થાંભલી રોપશે અને થાંભલી વધાવામાં આવશે. રાત્રીના આધ્યા શકિત માતાજીનો નવરંગો માંડવો યોજાશે.જેમાં રાવલદેવ જીજ્ઞેશભાઈ ડાક-ડમરની રમઝટ બોલાવશે.તા. ૧૭ ના રોજ નંદ મહોત્સવ, તા.૧૮-૯ ના રોજ રામદેવજી મહારાજ પ્રાગટય, તા.૧૯ ના રોજ ભૈરવ ઉધ્ધાર અને તા. ૨૦-૯ ના રોજ રામદેવજી મહારાજના વિવાહ, તા.૨૧-૯ ના રોજ પાટનો મહિમા ગત ગંગાના ભકતોની કથા, તા.૨૨-૯ ના રોજ રામદેવજી મહારાજ સમાધી અને કથાનો વિરામ થશે.જયારે કથા દરમિયાન તા. ૧૬ ના રાત્રે ૯-૩૦ કલાકે જય સિતારામ સંપુટ સતસંગ મંડળ નાની વાવડી દ્વારા સત્સંગ યોજાશે, તા.૧૭ ના રાત્રે ૯-૩૦ કલાકે કિરણબેનનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, તા.૧૮ ના રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી કલાકાર મીતલબેન કલોલા (બેબી મિતલ) ભક્તોને પ્રભુ ભક્તિમાં તરબોળ કરશે અને તા.૨૦ ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે ભજન તથા સાહીત્ય કલાકાર અનોપસિંહ વાઘેલા ભક્તિરસની રમઝટ બોલાવશે.જેથી આ કથાનો લાભ લેવા મહંત કનુભા રઘુભા ઝાલા અને રામધન આશ્રમ (મહેન્દ્રનગર-મોરબી) દ્વારા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવેલ છે.




Latest News