માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂનો જથ્થો આપનારા સપ્લાયરની દારૂના કેસમાં ધરપકડ


SHARE













મોરબીમાં દારૂનો જથ્થો આપનારા સપ્લાયરની દારૂના કેસમાં ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીના ગેટ પાસે આવેલા કોમ્પલેક્ષની સીડી નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૬૩ બોટલ કબજે કરી હતી અને આ ગુનામાં પહેલા બે આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ માલ આપનાર આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીના ગેટ પાસે આવેલા કોમ્પલેક્ષમાં દારૂની રેડ કરી હતી ત્યારે કોમ્પ્લેક્સમાં સીડીની નીચેના ભાગેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૬૩ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૮,૫૦૦ નો દારૂ કબજે કરીને પહેલા આરોપી લખનભાઈ નીતિનભાઈ ભટ્ટીની ધરપકડ કરી હતી ત્યાર બાદ આરોપી સુજલભાઈ ચંદુભાઈ પાંચોટિયાની ધરપકડ કરી અને છેલ્લે આ ગુનામાં પોલીસે માલ આપનારા સપ્લાયર ઋષિરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી શેરી નં-૨ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર ગામે મોટી શેરીમાં રહેતા નરશીભાઈ પ્રેમજીભાઈ અમૃતિયા (૬૨) નામના વૃદ્ધ વાડીએથી બાઈક લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે જેતપર ચકમપર ગામ વચ્ચે રસ્તામાં આવેલા ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતના આ બનાવમાં નરશીભાઈ અમૃતિયાને ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વિક્રમસિંહ સુરૂભા ઝાલા (૬૮) નામના વૃદ્ધ રવિરાજસિંહ સાથે એકટીવામાં બેસીને ઘર તરફ આવતા હતા ત્યારે શક્તિ ફાર્મ પાસે પંચાસર નજીક સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વિક્રમસિંહ ઝાલાને ડાબા સાથળના ભાગે ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News