મોરબીમાં પત્ની માવતરે જતી રહેતા યુવાને મચ્છર મારવાનું લિક્વિડ ગટગટાવ્યું
મોરબીના રવાપર રોડે ICICI બેંકમાં કામ સબબ આવેલા ઢુવા બ્રાન્ચના આસી. મેનેજરનું હાર્ટ એટેકથી મોત
SHARE
મોરબીના રવાપર રોડે ICICI બેંકમાં કામ સબબ આવેલા ઢુવા બ્રાન્ચના આસી. મેનેજરનું હાર્ટ એટેકથી મોત
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ સબબ આવેલા ઢુવા બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજરને ત્યાં હાર્ટ એટેક આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં રહેતા અને આઈસીઆઈસીઆઈ બેંકની ઢુવા બ્રાન્ચમાં આસિસ્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ધવલભાઇ અતુલભાઇ સુરાણી (૨૪) નામનો યુવાન કામ સબબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ આઇસીઆઇસીઆઇ બેન્ક ખાતે આવ્યો હતો અને ત્યાં તે યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન ધવલભાઇ અતુલભાઇ સુરાણીનું મોત નીપજયું હતું અને આ અંગે મૃતક યુવાનના કાકા ભાવેશભાઈ સુરાણી તથા આયુષ હોસ્પિટલના ડોક્ટર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાર્ટ એટેકથી જ યુવાનનું મોત નીપજયું છે અને મૃતક યુવાનની સગાઈ થઈ ગયેલ હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે
ઝેરી જનાવર કરડી ગયું
મોરબી તાલુકાના ધુળકોટ ગામની સીમમાં અરવિંદભાઈની વાડીએ રહેતા ને ત્યાં મજૂરી કામ કરતા અમરસિંહ ભાવસિંહ નીનામા (૪૦) નામના યુવાનને વાડીએ હતો ત્યારે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
વાહન અકસ્માત
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા સીધાભાઈ લખમણભાઇ ભરવાડ (૬૫)ને જેતપર ગામે આવેલ સોનાપુરી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વી.એસ. ડાંગર કરી રહ્યા છે