ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માતાએ ઠપકો આપતા દીકરીએ અંતિમ પગલું ભર્યું


SHARE







વાંકાનેરમાં માતાએ ઠપકો આપતા દીકરીએ અંતિમ પગલું ભર્યું

વાંકાનેરના પંચાસર રોડે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતી યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ નવાપરા રામકૃષ્ણનગરમાં હનુમાનજી મંદિર પાસે રહેતા રીતિશાબેન અજયભાઈ રીબડીયા (૧૮) નામની યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એએસઆઈ નારાયણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે તેની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા અંતિમ પગલું ભરી લીધેલ છે તેવું તેના પરિવાર પાસેથી જાણવા મળેલ છે

દેશી દારૂ

ટંકારાના મોરબી નાકા પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટર ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી ૩૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતનો દેશી દારૂનો જથ્થો તથા ૨૫ હજાર રૂપિયાની કિંમતનું સ્કૂટર નંબર જીજે ૩૬ એડી ૦૩૧૩  આમ કુલ મળીને ૨૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે આદિલ હાસમભાઈ આમરોણીયા જાતે સુમરા સંધિ (૧૯) રહે. કલ્યાણપર રોડ ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સને દારૂનો જથ્થો અરસદભાઈ ઉર્ફે સદ્દામ લીયાકતભાઈ ખલીફા રહે. ટંકારા વાળાએ આપ્યો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News