મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પાંચેય તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું: પ્રમુખ-ઉપપ્રમુખ માટે માળીયા-વાંકાનેરમાં યોજેયલ ચૂંટણીમાં કોંગ્રેસની હાર


SHARE









મોરબીની પાંચેય તાલુકા પંચાયતમાં કમળ ખીલ્યું: પ્રમુખ-ઉપપ્રમુખ માટે માળીયા-વાંકાનેરમાં યોજેયલ ચૂંટણીમાં કોંગ્રેસની હાર

મોરબી જિલ્લામાં આવતી પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોય ત્યાં નવા હોદ્દેદારોની ભાજપ દ્વારા પસંદગી કરી લેવામાં આવી હતી અને ભાજપના મેનડેડ આપવામાં આવ્યા હતા તે તમામ આગેવાનો ટંકારા, મોરબી, માળિયા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતમા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટાઈ ગયેલ છે


મોરબી તાલુકા પંચાયતની ૨૬ બેઠકમાંથી ૧૯ ભાજપની છે અને ૬ કોંગ્રેસની છે ત્યારે આગામી અઢી વર્ષ માટે ભાજપ દ્વારા મોરબી તાલુતા પંચાયતના પ્રમુખ માટે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ માટે કિરણબેન જયેશભાઇ રાઠોડ અને કારોબારી તરીકે તુલસીભાઈ પાટડીયાના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને આજે પ્રમુખ અને ઉપપ્રમુખ બિન હરીફ ચૂંટાઈ આવેલ છે જેથી ભાજપના આગેવાનો હોદેદારો સહિતનાઓ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી આવી જ રીતે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આગામી અઢી વર્ષનું ટર્મ માટે ભાજપ ને કોંગ્રેસ તરફથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા અને ત્યાં ભાજપ દ્વારા જે  ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા તે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન બાવરવા અને ઉપપ્રમુખ તરીકે સીતાબેન લાવડીયા વિજેતા બનેલ છે

હળવદ તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે પ્રવીણભાઈ માવજીભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ માટે રમેશભાઈ કાંતિભાઈ ઝીઝુવાડિયાએ ઉમેદવારી કરી હતી જો કે, કોંગ્રેસનાં આગેવાને ઉમેદવારી કરી ન હતી જેથી કરીને ત્યાં બંને બિન હરીફ વિજેતા થયેલ છે તો ટંકારા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે છાંયાબેન અરવિંદભાઈ માડવીયા અને ઉપપ્રમુખ પદ માટે ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી અને સામે કોઈ ઉમેદવાર ન હોવાથી બંને પદાધિકારીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

જયારે વાંકાનેર તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખના ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા જેમાં કોંગ્રોસમાંથી પ્રમુખ માટે કુસમબેન ઉસ્માનગની પરાસરા અને ઉપપ્રમુખ માટે રહીમભાઇ જલાલભાઇ ખોરજીયાએ ઉમેદવારી કરેલ હતી સામે ભાજપમાંથી પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલા અને ઉપપ્રમુખ દેવુબેન હનુભાઇ વિંજવાડીયાએ ઉમેદવારી કરી હતી જેથી કરીને ચૂંટણી યોજાઇ હતી અને તેમાં ભાજપના બંને ઉમેદવારી વિજેતા બનેલ છે આમ મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતમાં ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે




Latest News