મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા: લોકોને મેળાની મોજ 


SHARE









મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટ્યા: લોકોને મેળાની મોજ 

મોરબી નજીકના રફાળેશ્વર મંદિર ખાતે શ્રાવણી આમાસના દિવસે સવારથી જ શિવભકતોની ભીડ જોવા મળી હતી અને રફાળેશ્વર મંદિર પાસે દર વર્ષેની જેમ જ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની ઉદ્ઘાટન માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, ભાજપના આગેવાન પ્રદીપભાઇ વાળા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઇ પારેખ, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, ભાવેશભાઈ કંઝારીયા, રિશિપભાઇ કૈલા, સિરામિક ઉદ્યોગપતિ વેલજીભાઇ ઉઘરેજા (બોસ) સહિતના હાજર રહ્યા હતા અને રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવેલા લોકોએ પિતૃતર્પણ સાથે મેળાની મોજ પણ માણી હતી અત્રે ઉલેખનીય છે કે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી મોરબી શહેર અને જીલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોની ભીડ જોવા મળી રહી હતી અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભોલેનાથને ભાવથી ભજીને તમામ શિવ ભક્તો આગામી શ્રાવણ મહિનો વહેલા આવે અને ફરી શિવજીની સેવા, પૂજા અર્ચન કરવાનો તેમને મોકો મળે તેના માટેની ભગવાન શંકરને પ્રાર્થના કરી રહ્યા છે અને પારસ પીપળાને પાણી ચડાવીને પિતૃતર્પણ પણ કર્યું હતું આજે જડેશ્વર મહાદેવ મંદિર, અગ્નેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર સહિતના મહાદેવના મંદિરોમાં શિવભકતો ઉમટી પડ્યા છે 




Latest News