ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવાનો બનાવ: પતિએ ટ્રેકટર લેવા પૈસા વતનમાં મોકલતા મહિલાએ.....


SHARE













વાંકાનેરના ઢુવાનો બનાવ: પતિએ ટ્રેકટર લેવા પૈસા વતનમાં મોકલતા મહિલાએ.....

વાંકાનેર તાલુકામાં ઢુવા નજીક આવેલ ફ્રિડમ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ કોઈ કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને બુટી લેવી હતી અને મજૂરી કામ કર્યા બાદ જે પૈસા એકત્રિત થયા હતા તે પૈસા મૃતક મહિલાના પતિએ પોતાના વતનમાં પોતાના પરિવારને ટ્રેક્ટર લેવા માટે જોતા હોય ત્યાં મોકલ્યા હતા.જ્યારે મૃતક મહિલાને તે પૈસા માંથી બુટી ખરીદવી હતી આ બાબતે થયેલી સામાન્ય તકરાર બોલાચાલીમાં મૃતક મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે..! આજના સમયમાં પરિવાર કરતાં પોતાને વધુ મહત્વ આપતા વલણના લીધે આવા બનાવો દિનપ્રતિદિન વધતા જાય છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ ફ્રીડમ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સીતારામભાઈ સુંઘાનીયાના પત્ની પૂરીબેન (ઉમર ૨૮) એ લેબર કવાર્ટરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું અને તેના ડેડબોડીને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી.ઝાલા આગળની ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામના બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં સંતોષ દિનેશકુમાર રાજોલિયા (ઉમર ૨૫) રહે.જનકપુરી સોસાયટી મોરબી અને વિષ્ણુભાઇ ચાંકીભાઈ બાવાજી (ઉમર ૪૭) રહે.સન ગ્લેર સીરામીક પાસે લાલપર વાળાઓને ઇજા થતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના ભરતનગર ગામે મનુભાઈ બુડાસણાની વાડીએ કામ દરમિયાન વાડી વિસ્તારમાં જ રહીને મજૂરી કામ કરતા ઇતેશભાઈ કાલુસિંગ પવાર નામના મજુર યુવાનને કામ દરમિયાન સાપ કરડી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લવાયો હતો અને બનાવ સમયે જાણ કરાયેલી હોય તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ કરી હતી.

યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ગિરધરભાઈ રાઠોડ (ઉમર ૪૫) નામના યુવાનનું મોત નિપજયપ હતું અને તેના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે ખસેડ્યુ હતુ.ત્યાંથી જાણ કરાયેલી હોય તે બીટ વિસ્તારના જમાદાર હિતેશભાઈ મકવાણાએ તપાસ હાથ ધરી હતી અને તેમાં સામે આવ્યું હતું કે મેહુલભાઈ રાઠોડનું હાર્ટ એટેકના લીધે નોત થયુ હતું.તેમ પોલીસસુત્રોએ જણાવ્યું છે.






Latest News