મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર ગામની સીમમાં ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન દોઢ વર્ષના બાળકનું મોત


SHARE













મોરબીના જીવાપર ગામની સીમમાં ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન દોઢ વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો દોઢ વર્ષનો બાળક વાડીએ હતો ત્યારે ત્યાં કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને બાળકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં હિતેશભાઈ ચારોલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિવાનભાઈ સિંધાનિયાનો દોઢ વર્ષનો દીકરો ઈશ્વર વાડી વિસ્તારમાં વાડીએ હતો ત્યારે ત્યાં તેને કોઈપણ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તે બાળકને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે બાળકના પિતા દીવાનભાઇ લઈને આવ્યા હતા અને ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર સ્મશાન પાસે વાહન અકસ્માતને બનાવ બન્યો હતો જેમાં રીક્ષા જતી હતી ત્યારે રીક્ષાની આડે અચાનક કૂતરું આડુ આવી જતા રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો તે બનાવની અંદર કિશોરભાઈ રમેશભાઈ બારોટ (૨૦) રહે.ત્રાજપર ચોકડી પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની નોંધ થતાં જે તે સમયે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

માળીયા અકસ્માત

મોરબીના માળીયા મીંયાણા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રીક્ષા સાથે ટ્રક અથડાવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજા પામેલ મુસ્તાક ફતેમામદ (ઉંમર ૧૮) રહે.માળીયા મીંયાણા વાળાને ઇજા થતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને હોસ્પિટલ ખાતેથી યાદી આવતા મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.






Latest News