હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી ૨૮ બોટલ દારૂ પોલીસે કબ્જે કર્યો: બે આરોપીની ધરપકડ, એકની શોધખોળ


SHARE









મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી ૨૮ બોટલ દારૂ પોલીસે કબ્જે કર્યો: બે આરોપીની ધરપકડ, એકની શોધખોળ

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પોલીસે દારૂની ત્રણ રેડ કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૨૮ બોટલ દારૂ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે જોકે, બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે થઈને હાલમાં તજવીજ ચાલુ છે

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલ્લા ઉર્ફે અબુડીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી કુલ મળીને ૨૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨,૧૫૦ ની કિંમતો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી અબ્દુલ્લા ઉર્ફે અબુડી મહેબુબભાઇ આરબ રહે. કાલીકા પ્લોટ મસ્જિદ પાછળ શેરી નં-૪ મોરબી વાળો હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નગર દરવાજા ચોક પાસેથી એકટીવા નંબર જીજે ૩૬ પી ૭૩૭૬ લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે ૭૫૦ ની કિંમતની દારૂની બોટલ તથા ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને ૩૦,૭૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે રાજેશભાઈ હોતચંદભાઈ જાંગીયાણી જાતે સિંધી (૩૫) રહે. નાની વાવડી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૮૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તેની પાસેથી કબજે કરી હતી અને આરોપી શામજીભાઈ રઘુભાઈ સારલા જાતે કોળી (૪૮) રહે. લખધીરપુર રોડ શક્તિ પરા વૈભવ હોટલ સામે વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રહે છે




Latest News