હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે વાહન ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ થવાથી રાહદારી યુવાનનું મોત


SHARE









ટંકારાના મિતાણા પાસે વાહન ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ થવાથી રાહદારી યુવાનનું મોત

ટંકારા તાલુકાના મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ ગણેશપરના પાટીયાથી થોડે આગળના ભાગમાં ચાલીને જઈ રહેલા યુવાનને વાહન ચાલકે હડફેએ લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયેલ હોય હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મીતાણા ગામે રહેતા ભરતભાઈ નરસીભાઈ ઢેઢી જાતે પટેલ (૩૫)એ ટાટા કંપનીનું કેસરી કલરનું વાહન નંબર એમએચ ૦૩ સિવિ ૩૮૩૨ ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓના ભાઈ હરેશભાઈ નરસીભાઈ ઢેઢી (૪૦) મિતાણા નેકનામ રોડ ઉપર આવેલ ગણેશપરના પાટીયાથી થોડે આગળ મીતાણા ગામ તરફ પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે વાહન ચાલકે તેને હડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન ત્યાંથી લઈને નાસી ગયેલ હોય હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચાલકની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News