હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી નજીક ઇકો ગાડીમાં પાછળથી ઇકો અથડાયા બાદ યુવાનને માર માર્યો


SHARE









વાંકાનેરના રાતીદેવડી નજીક ઇકો ગાડીમાં પાછળથી ઇકો અથડાયા બાદ યુવાનને માર માર્યો

વાંકાનેરના રાતીદેવડી તરફ જતા રસ્તા ઉપરથી યુવાન તેની ઇકો ગાડી લઈને જતો હતો ત્યારે તેના વાહન આડે ઢોર આવ્યું હતું જેથી તે યુવાને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલ ઇકો ગાડી તેના વાહનમાં અથડાઇ હતી ત્યારે બાદ વાહનમાં નુકશાન થયું છે તેવું કહીને યુવાનની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ખીજડીયા ગામે રહેતા અબ્દુલકુદૂસભાઈ આમદભાઈ સેરશિયા (૩૫) નામનો યુવાન રાતના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેરના રાતી દેવડી તરફ જતા રસ્તા ઉપરથી તેની ઇકો ગાડી લઈને જતો હતો ત્યારે તેના વાહન આડે ઢોર આવતા તેને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે વાંકાનેરમાં દાતાર ટેકરી પાસે રહેતો વિજય રામાભાઇ ગમારા નામનો શખ્સ તેની ઇકો ગાડી લઈને આવી રહ્યો હતો અને તેની ગાડી અબ્દુલકુદૂસભાઈની ગાડીની પાછળ અથડાઇ હતી જેથી પોતાના વાહનમાંથી નીચે ઉતારીને તે શખ્સે તેના વાહનમાં નુકશાની થયેલ છે તેવું કહીને માથાકૂટ કરી હતી અને તેના હાથમાં પહેલા કાડા વડે અબ્દુલકુદૂસભાઈને મોઢ અને આંખ પાસે માર મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવેલ છે

માર માર્યો

વાંકાનેરના શક્તીપરા વિસ્તારમાં રહેતા કરમશીભાઈ લવજીભાઈ વાઘેલા (૩૫) નામના યુવાનને ગત તા. ૨૩/૯ ના રોજ સંજયે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા કરમશીભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે




Latest News