મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

નવલખીના દરિયામાં મોજુ આવતા નમી ગયેલા બાજમાંથી પાણીમાં પડેલા બે યુવાનના મોત


SHARE







નવલખીના દરિયામાં મોજુ આવતા નમી ગયેલા બાજમાંથી પાણીમાં પડેલા બે યુવાનના મોત

મોરબીના નવલખી બંદરે જેટી ઉપર કોલસો લાવવા તથા લઈ જવા માટે થઈને બાજ (નાના શીપ)નો ઉપયોગ કરવામાં આવતો હોય છે આવું જ એક બાજ દરિયામાં પાણીનું મોજુ આવતા નમી ગયું હતું જેથી કરીને બાજમાં રહેલા બે યુવાન દરિયાના પાણીમાં પડ્યા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બંનેના મોત નીપજયાં હતા જેથી કરીને બંનેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મોરબીની સિવિલ હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના શિવદહતાના રહેવાસી અને હાલમાં હોલી ટ્રિનીતિ બાજુમાં નવલખી ખાતે રહેતા સંજયસિંહ રાજેન્દ્રસિંહ રાજપુત (૨૩) અને રવીન્દ્રકુમાર સત્યદેવ યાદવ (૨૨) બંનેનું નવલખીના દરિયાના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબી સરકારી હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે સંજયસિંહ અને રવીન્દ્રકુમાર નવલખીના દરિયામાં આવતા મોટા સીપમાંથી કોલસો સહિત વિગેરે માલ સામાનને જેટી સુધી લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બાજ (નાના શિપ)માં હતા ત્યારે દરિયામાં પાણીનું મોજુ આવતા બાજ દરિયામાં નમી ગયું હતું જેથી તે બંને દરિયાના પાણીમાં પડ્યા હતા અને ડૂબી જવાના કારણે તે બંનેના મોત નીપજયાં છે જેથી આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હેડ કોસ્ટેબલ આર.એમ.ગરચર ચલાવી રહ્યા છે






Latest News