હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર જુગારની રેડ પડતાં નાસભાગ: ચાર જુગારી પકડાયા, એક ફરાર


SHARE









મોરબીના ત્રાજપર જુગારની રેડ પડતાં નાસભાગ: ચાર જુગારી પકડાયા, એક ફરાર

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ગામમાં બેચરાજી માતાજીના મઢવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી જો કે, સ્થળ ઉપરથી પોલીસે ચાર જુગારીઓની ૧૮,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા એક જુગારીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ત્રાજપર ગામમાં બેચરાજી માતાના મઢવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે મયુરભાઈ રમેશભાઈ ધરોડિયા (૨૮), ધરમશીભાઈ ઉર્ફે લાલો રાજુભાઈ ગણેશિયા (૨૫), કિરણભાઈ ઉર્ફે ગડો કાનાભાઈ ટીડાણી (૨૦) અને ગોવિંદ ઉર્ફે ગલી દિનેશભાઈ અદગામા (૨૬) રહે. બધા ત્રાજપર વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી ૧૮,૧૦૦ ની રોકડ કબજે કરેલ છે જોકે, પોલીસે રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી મંગાભાઈ જીવણભાઈ કોળી રહે. ત્રાજપર વાળો નાસી ગયેલ હોય તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે 




Latest News