રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું

વાંકાનેરના માટેલ વીરપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ વીરપર રોડ ઉપર આવેલ અરમાનો સિરામિક વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કપ્તાનભાઈ આદિવાસી (૨૫) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મૃતક યુવાનને પેરાલીસીસની બીમારી હોય તેનાથી કંટાળીને તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની છે

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ શેરી નંબર ૩ માં રહેતા અકબરભાઈ ચાનિયા (૫૮) નામના વૃદ્ધ રવાપર રોડ ઉપર આવેલ નાગરિક બેંક સામેથી સાઇકલમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સાયકલ ઉપરથી પડી જવાના કારણે તેઓને ઇજા થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયાએ કરી હતી
 
વૃધ્ધા સારવારમાં
મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડમાં સ્વામિનારાયણ મંદિર નજીક રહેતા ગૌરીબેન જયંતીલાલ ઠાકર (૭૦) નામના વૃદ્ધા પોતાના ઘર પાસે હતા ત્યારે ત્યાં બાઈક સ્લીપ થઈ જતા અકસ્માતના બનાવવામાં ઇજા પામ્યા હતા જેથી કરીને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી





Latest News