મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરની નર્સરી ચોકડી નજીક છકડો રિક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અસ્કમાત: મહિલા સારવારમાં


SHARE











વાંકાનેરની નર્સરી ચોકડી નજીક છકડો રિક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અસ્કમાત: મહિલા સારવારમાં

વાંકાનેરની નર્સરી ચોકડીથી આગળના ભાગમાં થાન રોડ ઉપરથી યુવાન તેના પત્ની સાથે બાઈક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે છકડો રીક્ષાના ચાલકે અચાનક તેનો છકડો બાઈક બાજુ વાળી લીધો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહિલાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ હળવદના નવા દેવડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘૂટું રોડ ઉપર મેલડી માતાના મંદિર પાસે આવેલ સિલ્વર સોસાયટીમાં રહેતા અશોકભાઈ ચંદુભાઈ દેગામ (૨૪) એ નંબર પ્લેટ વગરની છકડો રીક્ષાના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નર્સરી ચોકડીથી આગળ થાન રોડ ઉપર હેમપેડ કારખાના પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ પી ૪૭૧૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે છકડો રીક્ષાના ચાલકે બેફિકરાઇથી પોતાના છકડો ચલાવીને બાઇક તરફ વાળી લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે ફરિયાદી અને તેના પત્ની કુસુમબેનને ઇજા થયેલ હતી જેમાં કુસુમબેનને છકડાનો સાઈડનો ભાગ વાગ્યો હતો જેથી તેને વધુ ઇજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ સંદર્ભે અકસ્માત સર્જીને છકડો લઈને નાશી ગયેલા છકડો રીક્ષાના ચાલક સામે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા
મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ રામ ચોક પાસે મારામારીના બનાવમાં શંકરભાઈ વૈષ્ણવ (૪૫) નામના યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા કરી રહ્યા છે

મારામારીમાં ઇજા
ટંકારા તાલુકાના નેસડા ગામે લક્ષ્મણભાઈ અમરાભાઇ વાઘેલા (૪૦) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી છે જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત કરવામાં આવેલ છે

મારામારીમાં ઇજા
મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં રહેતા ધર્મેશભાઈ અમરશીભાઈ કાસુન્દ્રા (૩૦) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા કરી રહ્યા છે




Latest News