મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલી યોજાઈ
હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચારીને મારવા મજબૂર કરનાર શખ્સ જેલ હવાલે
SHARE
હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચારીને મારવા મજબૂર કરનાર શખ્સ જેલ હવાલે
હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે શારીરિક છેડતી કરીને તેની સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને તેને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સગીરાએ ફિનાઇલ પીને આપઘાત કરી લીધો હતો જેથી સગીરાને મરવા માટે મજબૂર કરનારા શખ્સની સામે ભોગ બનેલ સગીરાની દાદીએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં તેને જેલ હવાલે કરેલ છે
હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે શરરિક છેડતી કરીને તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી જેથી કરીને સગીરાએ ફિનાઇલ પી લેતા તેનો મોત થયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરાની દાદી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી રોશન જાદવજીભાઈ દેવીપુજકની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી રોશન જાદવજીભાઈ દેવીપુજકની ધરપકડ કરી હતી અને આરોપીને સ્પેશ્યલ પોકસો કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે