મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી : પત્નીને મેળામાં પ્રેમી સાથે જોઈ જતા પતિએ યુવકને માર મારી ફિનાઈલ પિવડાવી દીધું


SHARE













મોરબી : પત્નીને મેળામાં પ્રેમી સાથે જોઈ જતા પતિએ યુવકને માર મારી ફિનાઈલ પિવડાવી દીધું

પતિ, પત્ની, ઔર વો.. નો ઘાટ ગાંધીધામના ધમણક ગામે મેળામાં સર્જાયો હતો. પત્નીને અન્ય યુવક સાથે પતિ જોઈ જતા પ્રેમીને બેફામ માર મારી ફીનાઈલ પીવડાવી દેતા વાંકાનેરના યુવકને સારવારમાં રાજકોટ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના સીટી સ્ટેશન પાસે રહેતો સાહિલ સલીમભાઈ બસર (ઉ.20) રીક્ષા ચાલક છે

તેમને વાંકાનેરમાં જ રહેતી પરીણીતા હુસૈનાબેન સાથે એક મહીનાથી પ્રેમ પાંગર્યો હતો. જે બાદ બન્ને ગઈકાલે ગાંધીધામના ધમણકા ગામે મેળામાં ગયા ત્યારે હુસૈનાબેનનો પતિ તૌફીક ત્યાં આવી જતા ઝઘડો થયો હતો. અને બાદમાં સાહિલને તેને બેફામ માર મારી ફાઈનલ પીવડાવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયેલ થયેલ યુવક જીવ બચાવી ત્યાંથી નાસી છુટયો હતો અને પ્રથમ વાંકાનેર અને બાદમાં વધુ સારવાર અર્થે અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે દુધઈ પોલીસને જાણ કરી હતી.

વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યા અનુસાર તેની પ્રેમીકા હુસૈનાને તેનો પતિ એક માસ પહેલા મુકીને ભાગી ગયા બાદ તે વાંકાનેર રહેવા આવી હતી. દરમ્યાન બન્ને પરીચયમાં આવ્યા બાદ પ્રેમ પાંગર્યો હતો. અને ગઈકાલે મેળામાં ગયા ત્યાં તેનો પતિ આવી જતા મારામારી થઈ હતી. બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી




Latest News