મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલી યોજાઈ


SHARE











મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલી યોજાઈ

ગત વર્ષે સરકાર દ્વારા થયેલા સમાધાન સમયે સ્વીકારેલી માંગણીઓના બાકી પરિપત્રો તેમજ શિક્ષક સહિતના સર્વે સરકારી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી માટે બીજી ઓક્ટોબરથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પોતાના સાથી સંગઠનોને સાથે રાખીને સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરીને આ માંગણીઓને પૂર્ણ કરવા માટે ફરીથી આંદોલનની શરૂઆત કરવામા આવી છે. આ આંદોલનને સફળ બનાવવાના ભાગરૂપે બીજી ઓક્ટોબરના રોજ મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધીજી તેમજ અન્ય સત્યાગ્રહીઓની વેશભૂષા ધારણ કરી, રામધૂન બોલાવી, માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરી, દેશનેતાઓની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ઓપીએસ લાગુ કરવા માટેના સૂત્રોચ્ચાર કરવા આવ્યા હતા

સરકારી કર્મચારીઓની વિવિધ માંગણીઓ જેવી કે ૨૦૦૫ પહેલાના કર્મચારીઓને સરકારે સ્વીકાર્યા મુજબ તાત્કાલિક પરિપત્ર કરી, જૂની પેન્શન યોજના લાગુ કરે, હાલમાં જે NPS માં છે તે તમામ કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા સરકાર નક્કર પગલાં લેવા માતૃશકિત માટે ૧૯૯૮ ની પ્રસૂતિ રજા સંદર્ભે નિરાકરણ આપે, ૪૨૦૦ ગ્રેડ પે, બદલી પામેલા મિત્રોને ૧૦૦ % છૂટા કરવા જેવા વિવિધ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકવા માટે એક મજબૂત આંદોલનની રાહ કંડારવા વિશેષ આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સુકાન જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ આવ્યા હતા ત્યારે દશ જેટલા શિક્ષકો મહાત્મા ગાંધીજી તેમજ અન્ય સત્યાગ્રહીઓના પહેરવેશ સાથે સભા-રેલીમાં આગળ રહ્યા હતા અને મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના દેશનેતાઓની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી અને માતૃભૂમિની પવિત્ર માટીનું તિલક કરીને માંગણીઓ બુલંદ કરવામાં આવી હતી અને સરકાર કર્મચારીઓને જૂની પેન્શન યોજના નહિ આપે તો તમામ ધારાસભ્યો, સંસદસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ,પક્ષ પ્રમુખ વગેરેની આવેદન આપવાના કાર્યક્રમો થશે તેવું જણાવ્યુ છે




Latest News