મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કન્વેર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત


SHARE









વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં કન્વેર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા પામેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એમસર સીરામીક કારખાનામાં બોરમિલમાં માટી ભરાઈનું કામ કરતી વખતે કન્વેર બેલ્ટમાં મજૂરી યુવાનનો હાથ આવી ગયો હતો જેથી કરીને તેને ખભા અને ગરદનની પાછળના ભાગમાં ઇજા થઈ હતી જેથી કરીને તાત્કાલિક તેને ખાનગી ગાડીમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર એમસર સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મુકામસિંગ જીતુભાઈ સેવાલિયા જાતે આદિવાસી (૪૦) નામનો યુવાન કારખાનામાં માટી ખાતામાં બોર મીલ ભરાઈનું કામ કરતો હતો તે વખતે કન્વેર બેલ્ટમાં માટી નાખતા સમયે તેનો હાથ અકસ્માતે કન્વેર બેલ્ટમાં આવી જતા જમણા હાથના ખભા અને ગરદન પાસે ગંભીર ઇજા થઇ હોવાથી તેને ખાનગી ગાડીમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે

મારમાર્યો

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા રજીયાબેન પરવેશભાઈ મોદી (૩૨) નામની મહિલાને બે દિવસ પહેલા રાજકોટના જિલ્લા ગાર્ડન પાસે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને ઇજા થઈ હતી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી




Latest News