મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્યને ઓપીએસ લાગુ કરવા આવેદન અપાયુ


SHARE









ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્યને ઓપીએસ લાગુ કરવા આવેદન અપાયુ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો અંગે માંગ તથા આંદોલન કરી રહ્યું છે. તે સંદર્ભે ગત વર્ષ થયેલ આંદોલન દરમિયાન મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તા.૧-૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન થયેલ અન્ય બાબતોના ઠરાવ થયેલ નથી. મુખ્યમંત્રીએ માહિતી ખાતાના માધ્યમથી તથા સરકારના પ્રવક્તા મંત્રીએ મિડિયા સમક્ષ કરેલ જાહેરાત અનુસાર ઠરાવ ન થતાં સમગ્ર શિક્ષકોમાં આક્રોશની લાગણી છે. ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાધાન મુજબના ઠરાવ કરીને તેને અનુસંધાને કાર્યવાહી કરવા તથા સંગઠન પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા આવેદન અપાયું હતુ. જેમા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જુના શિક્ષકની ભરતી અન્વયે તમામ પ્રકારની બદલીનો લાભ આપવો તથા તેના માટે સમિતિની રચના કરવી તથા અન્ય પડતર પ્રશ્નો એન.પી.એસ.વાળા કર્મચારીઓને નિવૃતિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું.

જ્ઞાન સહાયક ભરતીને કાયમી ભરતીનો વિકલ્પ ન બનાવી ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મંજૂર મહેકમની વિષય શિક્ષક પી.ટી.શિક્ષક, લૅબ ટીચર, ગ્રંથપાલ, ચિત્ર શિક્ષક , ઉદ્યોગ શિક્ષક ૩૩,૦૦૦ થી વધુ જગ્યા ઉપર કાયમી શિક્ષકોની તથા આચાર્યોની સત્વરે ૧૦૦ ટકા ભરતી કરવી.પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને માતૃત્વ રજાનો લાભ આપવો.તા.૨૨-૪-૨૨ ના નાણાં વિભાગના માતૃત્વ રજા બાબતે કરેલ ઠરાવમાં સુધારો કરી ૧૯૯૭ થી અત્યાર સુધી અને હવે પછી ફિક્સ પગારમાં જોડાનાર તમામ બહેનોને નિમણૂંક તારીખથી નિયમ મુજબ માતૃત્વ રજાનો લાભ આપવા અને રજાઓની કપાત પગારની રજાઓમાં સામેલ ના કરતા નિમણૂંક તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો.મહાનગરપાલિકામાં જિલ્લાફેરથી આવેલા શિક્ષકોને પેંશન મૂળ જિલ્લા અને મહાનગરપાલિકા બંને કક્ષાએ મંજુર કરાવવાનું થાય છે. પેંશન બે જગ્યાએ નિયમ મુજબ વહેંચાઈને મળતું હોય છે. તે નિયમમાં સુધારો કરી માત્ર નિવૃત્તિ સમયની ફરજ પર ના જિલ્લા કે મહાનગરમાં પેંશન મળે તેમ કરવું.

ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા  મહાનગરપાલિકાના શિક્ષકોને ૪૨૦૦ નો ગ્રેડ પેનો લાભ આપવામાં આવે અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને ફાજલનું કાયમી  રક્ષણ આપવામાં આવે.એચ ટાટ મુખ્ય શિક્ષકોના બદલી નિયમો માટેની કમિટીમાં સંગઠનનો અભિપ્રાય લઈ ફાઈનલ નિયમોની સંગઠન સાથે ચર્ચા કરી સત્વરે દિવાળી વેકેશન પહેલા એચટાટ ના બદલી કેમ્પનું આયોજન થાય તે રીતે ઝડપથી બદલી નિયમો તૈયાર કરવામાં આવે. સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે જેમને પણ નિયુક્તિ કરવામાં આવે છે, તેઓને આચાર્યનું એલાઉન્સ આપવામાં આવે તથા વેકેશનમાં સંસ્થામાં રહી કરેલ કામગીરી બદલ મળવા પાત્ર પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવામાં આવે.વિગેરે પ્રશ્નો બાબતે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સમક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજુઆત કરી હતી અને ધારાસભ્યે પણ સરકારમાં આ બાબતે ભારપૂર્વક રજુઆત કરવાની ખાત્રી આપી હતી.




Latest News