મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની સજા


SHARE













મોરબીમાંથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની સજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી વતનમાં જય રહેલા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી તે ગર્ભવતી બની હતી જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટેમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા અને ૩૨ હજારનો દંડ કર્યો છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને મોરબી તાલુકામાં મજૂરી કરવામાં આવેલ આવેલ પરિવાર તેના વતનમાં જઈ રહયો હતો ત્યારે આ શ્રમિક પરિવારની સગીર વયની દીકરીનું મોરબીમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ધર્મેન્દ્ર પુનમસિંગ મેડા નામના શખ્સે તેને અલગ અલગ સ્થળોએ લઇ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરા ગર્ભવતી બની હતી અને આ બનાવ સંદર્ભે સગીરાના પરિવારજને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડી લીધો હતો અને આ કેસ મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવે અને નીરજભાઈ ડી. કારીઆએ કરેલ દલીલ તેમજ ૧૨ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને કોર્ટે આરોપી ધર્મેન્દ્ર પુનમસિંગ મેડાને કુલ મળીને ૨૦ વર્ષની સજા અને ૩૨૦૦૦ નો દંડ કરેલ છે તેમજ ભોગ બનેલ સગીરાને ધી વિકટીમ કમ્પેનસેશન સ્કીમ મુજબ રૂપિયા ત્રણ લાખનું વળતર અને આરોપી દંડની રકમ ભારે તો તે ૩૨,૦૦૦ ભરે તો રકમ પણ સગીરાને આપવા માટે હુકમ કરેલ છે






Latest News