મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

પોક્સોના કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો સ્પેશીયલ પોકસો કોર્ટ મોરબીનો ચુકાદો


SHARE









પોક્સોના કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો સ્પેશીયલ પોકસો કોર્ટ મોરબીનો ચુકાદો

હળવદ પોલીસ સ્ટેશન ખાતે તા.૩-૨-૨૦૧૫ ના રોજ ફર્સ્ટ ગુના.રજી.નાં.૧૬/૨૦૧૫ થી આરોપી રમેશભાઈ રૂગનાથભાઈ રાઠોડ, રહે.હળવદ,સિધ્ધનાથ સોસાયટી, તા.જી.મોરબી વિરૂધ્ધ ઈન્ડિઅન પીનલ કોડની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (એચ)(આઈ)(એન) તથા પોકસો એકટની કલમ ૩(એ),૪,૭,૮ અન્વયેનો ભોગબનનારને, લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જવાના ગુનાની ફરીયાદ નોંધાયેલ. જેમાં આરોપીના વકીલ તરીકે મોરબીના લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ચીફ શબાના એમ. ખોખર રોકાયા હતા જે ફરીયાદ અન્વયેનો પોકસો કેસ નાં. ૨૭/૨૦૨૦ શ્રી મોરબીના મહે, સ્પે.પોકસો કોર્ટના વિશેષ ન્યાયાધિશ અને અધિક સેશન્સ જજ (ડી.પી.મહીડા સાહેબ) ની કોર્ટમાં ચાલી જતા, ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈ, આરોપી વિરૂધ્ધ કેસ સાબિત નહિ થતા, આરોપી રમેશભાઈ રૂગનાથભાઈ રાઠોડને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આરોપી તરફે મોરબી ડીસ્ટ્રીકટ લીગલ એઈડ વિભાગના, લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલના, ચીફ શબાના એમ. ખોખર સાથે આસીસ્ટન્ટ જિંકલ એ.રાજકોટીયા તથા મયુર એ.પઢીયાર રોકાયેલ હતા.




Latest News